Saturday, February 22, 2014

Green leaving (1)



Green living માટે વિચારતા હોય ત્યારે આપણા પ્રયત્નો હમેશા એવા હોય છે કે આપણને  પ્રાપ્ય બધા જ natural resourcesનો ઉપયોગ જરૂર પૂરતો અને વેડફાટ વગરનો હોવો જોઇએ. ઉપયોગના દરેક સ્તરે “Reને (Reduce, Recycle, reuse, repair, renewable વગેરેને)  સતત ધ્યાનમા રાખવા પડે.  બધા જાણતા જ હશે છતા અહીયા ગાંધીજીનુ ખુબ જ જાણિતુ Quote આપું છુ. - Earth provides enough to satisfy every man's needs, but not every man's greed.'
માનવીની પ્રાથમિક જરૂરિયાતથી શરૂઆત કરીએ તો પ્રથમ જરૂરિયાત ખોરાકની આવે અને તેને તૈયાર કરવા ઉર્જાની જરૂર પડે. આધુનિક યુગમા કાંઇ પાષાણયુગની જેમ પત્થર ગોઠવીને બનાવેલા ચૂલા પર ખોરાક તૈયાર કરવાની વાત નથી પણ આપણને પ્રાપ્ય અત્યાધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી પર્યાવરણ અને આપણને બન્નેને અનુકૂળ હોય તેવો ઉકેલ ચોક્ક્સ મેળવી શકાય. આપણી હાલની Lifestyle  ત્યારે જ આધુનિક ગણી શકાય કે જો આપણે આપણી આસપાસના કુદરતી પરિસરને શક્ય એટલુ ઓછુ નુકસાન થવા દઇએ. મારા મતે આધુનિકતા એ છે કે આપણે શક્ય એટલુ પ્રકૃતિને અનૂકુળ જીવન જીવી શકીએ અને તે માટે પ્રાપ્ય બધી જ આધુનિક ટેકનોલોજીને પ્રયાવરણમિત્ર બનાવીએ. હુ સંપૂર્ણ પણે આદર્શવાદી જીવનની વાત નથી કરતો પણ આપણે  પ્રયત્ન હંમેશા એ  રાખીએ કે શક્ય છે ત્યા સુધી “Re”ને વધુ ને વધુ અપનાવતા રહીએ. આપણો આધુનિકતા અને વિકાસનો માપદંડ જ્યાં સુધી GDP, વધુમા વધુ ઉત્પાદન અને વાર્ષિક નફાઓના આંકડા સાથે જોડાયેલો રહે ત્યાં સુધી use and  through ને જ મહત્વ મળશે. વધુમાં વધુ આવકો અને નફો પેદા કરવા માટે મહત્તમ ઉત્પાદન અને મહત્તમ વપરાશનુ માળખુ ઉભુ કરવામા આવ્યુ છે અને ત્યાં  Reuse / Recycle/ Reduce/ Repair / Renewable ને ખુબ જ હોંશિયારીપૂર્વક ટાળવા માટે માર્કેટિંગના કહેવાતા નિષ્ણાતો દ્વારા ગ્રાહકોનુ brain washing કરાયુ છે. થોડો વિષય ફેર થયો પણ  ગ્રીન લિવીંગના હિમાયતી હોય ત્યારે આ વાત ખાસ સમજવી પડે.
આપણી વાત એ હતી ખોરાક માટેની જરૂરી ઉર્જા. એ આપણે શક્ય બને ત્યાં સુધી Renewable energy માંથી મેળવી શકીએ. હુ આમ કરી શક્યો છુ, પણ મારા માટે આ શક્ય બનવાનુ કારણ મારુ Rural Background(ગ્રામ્ય પાશ્ચાદભૂમિ)  મદદરૂપ છે. શહેરીમિત્રો કહેશે કે  આ શકય નથી પણ હુ માનુ છે કે સંપૂર્ણ નહિ તો આંશિકરૂપે તમે તે સહેલાયથી શક્ય બનાવી શકો.  તમે થોડા નાના કે  ખુલ્લા શહેરમા થોડી જ્ગ્યા સાથે રહેતા હોવ તો ખુબ સરળ છે. મહાનગરોમા ખુબ જ ગીચ વસ્તીમા જ્યા સૂર્યપ્રકાશ અને થોડી મોકળાશવાળી જ્ગ્યા નથી ત્યા કદાચ શક્ય ન બને પણ જો મોટા બહુમાળી મકાનોના કે મોટી રેસીડેંન્સીના બાંધકામ પહેલા જ પુરતુ આયોજન કરાય તો સામુહિક ધોરણે  કેટલીક ઉર્જા તમે ત્યા જ પેદા કરી શકો. આખા બહુમાળી સંકુલનુ ટોઈલેટ વોશ અને કિચન વેસ્ટ  બેઝમેંટમા રહેલા આધુનિક બાયોગેસ ડાયજેસ્ટરમા લાવી પ્રોસેસ કરી બાયોગેસ મેળવવાનુ પ્લાનિંગ કરી શકાય. આધુનિકયુગમા તે બિલકુલ ગંદકીરહિત અને દુર્ગંધરહિત સુંદર બનાવી શકાય છે. બાયોગેસથી જનરેટર ચલાવી કોમન લાઈટીંગની જરૂરિયાત પૂરી કરી શકાય. કિચન વેસ્ટમા એંનર્જીનુ પ્રમાણ ઉંચુ હોવાથી ગોબર કરતા 10 ગણો વધુ બાયોગેસ પેદા કરે છે. ગોબરમાંથી ઘણી બધી એનર્જી પ્રાણીએ પચાવી લીધી હોવાથી ગોબરગેસ પ્લાન્ટમા ગોબરનો ખુબ વધુ જથ્થા વાપરવો પડે જ્યારે કીચન વેસ્ટને ગ્રાઈન્ડરથી સ્લરી બનાવી વાપરીએ તો તે ગોબર કરતા 10 ગણો વધુ બાયોગેસ પેદા કરે. ઉપરાંત non edible seeds, non edible oil cake, vegetable/fruit market waste વગેરે પણ high energy input તરીકે વાપરી શકાય.  બાયોગેસની waste slurry  ગટર લાઇનમા છોડી શકાય કે પછી બગીચામા કુદરતી પ્રવાહી ખાતર તરીકે વાપરી શકાય. બાયોગેસ પ્લાંટમા પ્રોસેસ કરી ગટરમા જતુ waste water વધુ સલામત અને સ્વાસ્થ્યપ્રદ છે. તેમ શક્ય ન હોય તો centrifuge separator machineથી solid waste and liquid છૂટા પાડી liquidને  ગટરમા વહેવડાવી શકાય  કે ગાર્ડનીંગમા વાપરી શકાય. સોલીડ વેસ્ટને ઉતકૃષ્ટ Bio-compost તરીકે વાપરી શકાય કે બજારમા વેચી શકાય. આધુનિક ટેકનોલોજી દ્વારા આ બધુ સરળતાથી શક્ય છે.  ગાર્ડનિંગમા પાણીની જરૂરિયાતમા ભારે ઘટાડો પણ કરી શકાય. કરોડોનો બાંધકામ ખર્ચ થતો હોય ત્યારે થોડા લાખ વધુ ખર્ચ કરી વધુ આધુનિક બીલ્ડીંગ બનાવી શકાય કે જે તેની ઉર્જા જરૂરિયાતનો કેટલોક ભાગ જાતે જ પેદા કરી લે અને તે પણ નજીવા ખર્ચે વેસ્ટ કચરામાંથી.  છત અને સાઉથ ફેસીંગ વોલ પર solar photovoltaic cell integrated with solar water heater નુ પ્લાનિંગ કરી શકાય. જે વિદ્યુતઉર્જા સાથે ગરમ પાણી પણ આપે. આ બધુ કરવાથી 50 લાખના ફ્લેટદીઠની કિંમતમા કદાચ એક થી દોઠ લાખ વધી જાય પણ વાર્ષિક ઉર્જા જરૂરિયાતમા ઘટાડાથી લાંબા ગાળે ફાયદો જ રહે.    વ્યકતિગત રીતે મકાન જો મોકળાશવાળી જ્ગ્યામા  હોય અને પૂરતા direct sunrays  મળતા  હોય તો સોલર વોટર હીટર, સોલર કૂકર, બાયોગેસ ફ્રોમ કિચન વેસ્ટ, solar photovoltaic system વગેરેના સંયોજીત ઉપયોગથી તમે તમારી ઉર્જા જરૂરિયાતનો મોટો ભાગ જાતે જ ઉત્પાદિત કરી શકો છો. અને આ બધુ તમારા મકાનની બજાર કિંમતના કરતા ખુબ જ નજીવો ખર્ચ કરીને. મકાનની સજાવટમા ભારે ખર્ચ કરતા લોકો,  એક મકાનની ફકત સજાવટમા (Interior design, modern flooring etc) જ જે ખર્ચ કરે છે તેની સાથે સાથે તેના કરતા ખુબ જ ઓછો ખર્ચ કરીને Green Ideas પણ ઉમેરે તો મકાન વધુ આધુનિક બનાવી શકાય અને ઉર્જામા આંશિક સ્વાવલંબન મળે તે જુદુ.
વ્યક્તિગત મકાનમા જો બહાર ખુલ્લી જ્ગ્યા હોય કે ઉપર ખુલ્લી છત હોય તો ચાર વ્યક્તિનુ કુંટુંબ ફક્ત કિચન વેસ્ટ અને થોડો અન્ય Organic waste (કુલ મળીને ફકત 3 કિલો) વડે નાનો ફેમીલી સાઈઝ કોમ્પેક્ટ બાયોગેસ પ્લાંટ વાપરી શકે. જેમાંથી દરરોજ 1 ક્યુબિક મીટરથી વધુ બાયોગેસ મેળવી શકાય જે તેમના માટે કૂકિંગ ગેસની જરૂરિતાય પૂરી કરી શકે. સાથે સૂર્યકૂકર અને સોલર વોટર હીટર ઉપયોગમા લેવાથી તમારી ઉર્જા જરૂરિયાતમા ભારે ઘટાડો કરી શકાય. બાયોગેસ અને સૂર્યકૂકરથી મારા કુટુંબને LPG ફકત backup તરીકે જ રાખવો પડે છે અને તે પણ એક LPG બોટલ 1 વર્ષ સુધી બદલવાની જરૂર પડતી નથી. અહીંયા એક બાબત ખાસ ચેતવણીપૂર્વક લખવી રહી કે આ બધુ વ્યકતિગત ધોરણે અપનાવવુ આજના યુગમા થોડો સમય માગે તથા શરૂઆતમા થોડુ કડાકુટિયુ અને નિરાશાજનક લાગે પણ આ બધુ તમારા શોખનો વિષય બને તો જ તે સરળ લાગે. સામૂહિક ધોરણે કદાચ વધુ અનુકૂળ અને સફળ રહે.  
આજ પ્રમાણે થોડા વધુ ખર્ચ કરીને Solar Photovoltaic System વાપરવામા આવે  તો ઉર્જા જરૂરિયાતમા મહદ અંશે સ્વાવલંબન મેળવી શકાય. મકાનની સજાવટ પાછળ ખર્ચાતા નાણા કરતા આ સીસ્ટમ સસ્તી છે અને ખર્ચ કર્યા બાદ નાણાનુ પૂરેપુરુ વળતર પણ આપે છે.
હજી ઘણુ બધુ વિચારી શકાય અને પાણી બચાવ માટે બહુમાળી મકાનમા સામુહિક ધોરણે ઓછા ખર્ચે ઘણુ બધુ કરી શકાય પણ,  વધુ ચર્ચા હવે પછી કરીશુ.

Saturday, May 1, 2010

Do you Know ?
it is possible to install biogas plant in Urban premises or home.. High energy organic waste like kitchen waste (શાકભાજી-ફળના છોતરા, બગડેલા ફળ-શાકભાજી, વધેલો ખોરાક, વાસી ખોરાક, વાસી લોટ વગેરે ). garden waste ( બગીચાનો કચરો ), non edible fruits, seeds, oil seed cakes( દીવેલી-એરડી, કરન્જ, જેટોફા વગેરેના બીજ કે ખોળ ) and many others can be charged in small biogas plant and you can produce enough gas to cook meal for 3-4 people.

If you have large garden, then you can use biogas for water heating using garden waste.

Outlet slurry of biogas is best quality compost for your garden, kitchen garden etc and yes, without any bad smell or odor and cost.

Every day 2-3 kg high energy waste with 5 liter water can give 1.5 qu.meter biogas which is enough for small family.

Now ready-made biogas plant are available which can be easily install at terrace or in backyard garden. Just less than 50 sq.feet space enough.

Green Living for Green Earth

Modern life style is now going to be more and more energy intensive. We are consuming more and more water and energy to make ourselves modern and effortless.

But are we really modern? ...... No.

Towards  make our life more and more comfortable, We are being cruel to earth and living organism. We are making our life miserable and inviting more complicated problem.

here I am discussing, how we can be friendly with earth, its environment and ecology. A small thinking and efforts can make our earth more green and will make our life full of pleasure and Joy.